Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 14:26 - કોલી નવો કરાર

26 જો કોય પણ મારી પાહે આવે જે એના બાપને, માંને, બાયડીને, બાળકોને, ભાઈઓને અને બહેનોને મારા કરતાં વધારે પ્રેમ કરે છે, ઈ મારો ચેલો નો થય હકે. ઈ પોતાની જાતને પ્રેમ કરે એના કરતાં વધીને મને પ્રેમ કરવો જોયી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 14:26
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

મારા કરતાં જે બાપ કા એની માં વતી પ્રેમ કરે છે, ઈ મારી લાયક નથી, અને જે દીકરી કા દીકરાને મારાથી વધારે વાલો માંને છે, ઈ મારો ચેલો બનવાને લાયક નથી.


અને ત્રીજા માણસે કીધું કે, “હમણાં જ મારા લગન થયા છે, જેથી હું આવી હકુ એમ નથી.”


ઈસુની હારે લોકોનું એક મોટુ ટોળું હાલતું હતું. એણે લોકોની બાજુ ફરીને તેઓને કીધું કે,


જે કોય પોતાના જીવ ઉપર પ્રેમ રાખે છે ઈ એને ગુમાયશે છે જે જગતમાં પોતાના જીવને ગુમાયશે, ઈ અનંતકાળના જીવન હારું એને બસાવી રાખશે.


પણ હું પોતાના જીવને કાય નથી હમજાવતો કે એને વાલો માનું, પણ આ કે હું પોતાની દોડ અને સેવાને પુરી કરું, જે મે પરમેશ્વરની કૃપાથી હારા હમાસાર ઉપર સાક્ષી દેવા હાટુ પરભુ ઈસુથી મેળવી છે.


જે શાસ્ત્રમા લખેલુ છે કે, “મે યાકુબ ઉપર પ્રેમ રાખ્યો, પણ એસાવનો ધિક્કાર કરયો.”


પણ ખરેખર બધીય વસ્તુથી મારા પરભુ મસીહ ઈસુને ઓળખવા ઈ જ મારી હાટુ વધારે મહત્વનું હમજુ છું; જેના કારણે મે બધીય વસ્તુઓને મુકી દીધી છે અને એને કસરો જ હમજુ છું જેથી હું મસીહને મેળવી હકુ.


આપડા વિશ્વાસીઓએ શેતાન ઉપર જીત મેળવી છે, તેઓને એણે ઘેટાના બસ્સાના લોહીના સામર્થ્યથી હરાવ્યા છે, જે એને એના પાપોથી છોડાવવા હાટુ મરી ગયો હતો, તેઓએ એને હરાવી દીધો કેમ કે, તેઓએ આ અપનાવવાનુ સાલું રાખ્યુ કે ઘેટાનુ બસુ એનો પરમેશ્વર હતો, ન્યા હુધી કે એને હેરાન કરીને, મારી નાખવામા આવ્યો, પણ તેઓ પોતાને ઈ અપનાવવા હાટુ પાછા નો હટયા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ