એટલામાં હજારો લોકો ભેગા થયા, ન્યા હુધી કે, તેઓ એકબીજા ઉપર પડાપડી કરતાં હતાં, ઈસુ ઈ લોકોને બોલ્યો ઈ પેલા એના ચેલાઓને એણે કીધું કે, ફરોશી ટોળાના લોકોના ખમીરથી સેતીને રેજો. હું એવુ માનું છું કે, તેઓ ઢોંગી છે.
જો કોય પણ મારી પાહે આવે જે એના બાપને, માંને, બાયડીને, બાળકોને, ભાઈઓને અને બહેનોને મારા કરતાં વધારે પ્રેમ કરે છે, ઈ મારો ચેલો નો થય હકે. ઈ પોતાની જાતને પ્રેમ કરે એના કરતાં વધીને મને પ્રેમ કરવો જોયી.