ઈસુએ પાછુ લોકોને કીધું કે, “હું જાવાનો છું અને તમે મને ગોતશો, પણ તમે પોતાના પાપો માફ થયા વગર મરી જાહો. કેમ કે, જ્યાં હું જાવ છું, ન્યા તમે નય આવી હકો.”
ઈ હાટુ હું તમને કવ છું કે, તમારા પાપ માફ થયા વગર તમે મરી જાહો જો તમે મારી ઉપર વિશ્વાસ નથી કરતાં કે, હું ઈજ છું, તો તમારા પાપ માફ થયા વગર તમે મરી જાહો.”
તઈ પાઉલ અને બાર્નાબાસે બીક વગર કીધું કે, “જરૂરી હતું કે, પરમેશ્વરનું વચન પેલા તમને હંભળાવવામાં આવ્યું હોત, પણ હવે તમે એનો નકાર કરો છો, અને આપણને અનંતકાળનું જીવન પામવા હાટુ લાયક નથી હમજતા, ઈ હાટુ હવે બિનયહુદી લોકોની પાહે આયશે.