પછી ચાકર પાછો આવ્યો અને એની હારે જે કાય થયુ, ઈ એના માલિકને કયને હંભળાવ્યું. તઈ ઘરના માલિકે ગુસ્સે થયને પોતાના ચાકરને કીધું કે, “જલ્દી જ, શહેરમાંથી ગરીબ, ટુંડા, લંગડા અને આંધળા માણસોને આયા લીયાવ.”
હું પરમેશ્વરનાં બધાય લોકોમાં બધાયથી ઓછો મહત્વનો છું પણ પરમેશ્વર મારા પ્રત્યે કૃપાળુ હતા, હું બિનયહુદીઓને હારા હમાસાર બતાવી હકયો કે, મસીહ અપાર આશીર્વાદનો સ્ત્રોત છે, જે હમજ કે કલ્પનાની બારે છે.