20 અને ત્રીજા માણસે કીધું કે, “હમણાં જ મારા લગન થયા છે, જેથી હું આવી હકુ એમ નથી.”
બીજા માણસે કીધું કે, “મે પાંસ જોડ બળદ લીધા છે, તો મારે એને જોવા છે કે, ઈ કેમ હાલે છે કે, નય જેથી હું તને વિનવણી કરું છું કે, તુ મને માફ કર.”
પછી ચાકર પાછો આવ્યો અને એની હારે જે કાય થયુ, ઈ એના માલિકને કયને હંભળાવ્યું. તઈ ઘરના માલિકે ગુસ્સે થયને પોતાના ચાકરને કીધું કે, “જલ્દી જ, શહેરમાંથી ગરીબ, ટુંડા, લંગડા અને આંધળા માણસોને આયા લીયાવ.”
જે લગન કરેલા છે, ઈ જગતની વાતોની સીંતા કરે છે. ઈ પોતાની બાયડીને રાજી કરવા માગે છે.