17 જઈ ખાવાનો વખત થયો તઈ એણે એના ચાકરને મોકલીને કીધું કે, “કૃપા કરીને હાલો! હવે આવો હમણાં બધુ તૈયાર છે”
પણ ઈસુએ એને કીધું કે, એક માણસે રાતનું મોટે પાયે જમણવાર રાખ્યુ, અને ઈ માણસે ઘણાય માણસોને નોતર આપી.
પણ બધાય મેમાનોએ કીધુ કે, અમે નય આવીને બધા બાનું કાઢવા લાગ્યા એકે કીધુ કે, “મે ખેતર વેસાતી લીધું છે, જેથી મારે ન્યા જાવું પડશે; જેથી મને માફ કર.”
તેવારના છેલ્લા દિવસે જે મુખ્ય છે, ઈસુએ લોકોની વચમાં ઉભો રયને હાદ કરીને કીધું કે, જો કોય તરસો છે, તો મારી પાહે આવે અને પીવે.
હે મારા ભાઈઓ, ઈબ્રાહિમના વંશજો અને પરમેશ્વરની બીક રાખનારા બિનયહુદીઓ, આપડી પાહે ઈ તારણનો સંદેશ આવ્યો છે.
આ બધી વાતો પરમેશ્વરે કરી છે, જેણે મસીહ દ્વારા પોતાની હારે આપડો મેળ કરી દીધો, અને એણે આપણને મેળ કરાવવાની સેવા હોપી દીધી છે.