જે ફરોશી ટોળાના લોકોએ આમંત્રણ આપ્યુ હતું, એને કીધું કે, “જઈ તુ રાત દિવસનું નોતર કરે, તઈ તારા ભાઈઓ, કે મિત્રો, કે સબંધીઓ અને માલદાર પાડોહીને નો આપ, ક્યાક એવુ નો થાય કે, તેઓ પણ તમને ઈ નોતરુ આપીને તને તારો બદલો વાળી આપે.
હું તમને કવ છું કે, “ઈ પેલો નય, પણ ઈ વેરો ઉઘરાવનારો જ પરમેશ્વરની હામે ન્યાયી ઠરયો, અને ઈ પોતાના ઘરે વયો ગયો, કેમ કે, જે કોય માણસ પોતાને ઉસો બનવા ઈચ્છે છે, એને નીસો કરવામાં આયશે, અને જે કોય પોતાને નીસો કરશે, એને ઉસો કરવામાં આયશે.”
પણ ઈ આપણને એવી ખરાબ લાલસની વિરુધમાં ઉભો રેવાને લીધે હજી વધારે કૃપા આપે છે. ઈ હાટુ પવિત્ર શાસ્ત્રમા ઈ લખેલુ છે કે, “પરમેશ્વર અભિમાનીઓનો વિરોધ કરે છે, પણ નમ્ર માણસ ઉપર કૃપા કરે છે.”
હવે હું તમને જુવાનને એમ કેય કે, તમારે સભામાં ગવઢા વડવા માણસોની વાતનું પાલન કરવુ જોયી. તમારે બધાય વિશ્વાસીઓને એક-બીજાની પ્રત્યે નમ્રતાથી કામ કરવુ જોયી, કેમ કે, આ હાસુ છે કે, “પરમેશ્વર અભિમાની માણસનો વિરોધ કરે છે, પણ ઈ એની હારે કૃપા કરે છે જે નમ્ર છે.”