7 તઈ એણે વાડીના માળીને કીધું કે, જો, ત્રણ વરહથી હું આ અંજીરના ઝાડ ઉપર ફળ ગોતવા આવું છું, પણ જડતું નથી, ઈ હાટુ એને કાપી નાખો કેમ કે, આ હારી જમીનને ખરાબ કરે છે.
જેમ એક લાકડા કાપવાવાળો હારા ફળ આપે નય એવા દરેક ઝાડવાના મુળ કાપી નાખીને આગમાં નાખવા હાટુ તૈયાર કરે છે, એમ જ હવે પરમેશ્વર તેઓનો ન્યાય કરવા હાટુ તૈયાર છે જે પાપ કરવાનું બંધ નથી કરતા.