ઈ હાટુ ઈસુ ઈ વખતથી યહુદી લોકોની હામે જાહેરમાં નોતો આવતો, પણ ન્યાંથી વગડામાં પાહેના પરદેશમા એફ્રાઈમ નામના એક ગામમાં વયો ગયો. અને પોતાના ચેલાઓની હારે ન્યા જ રેવા લાગ્યો.
ઈસુએ એને કીધું કે, “અજવાળું હવે થોડીકવાર લગી તમારી વસ્સે છે. જ્યાં લગી અજવાળું તમારી હારે છે, ન્યા લગી હાલતા રયો, એવુ નો થાય કે અંધારું તમને ઘેરી લેય કે, જે અંધારામાં હાલે છે, ઈ નથી જાણતા કે ક્યા જાય છે.
પરમેશ્વરે કેવી રીતે નાઝરેથ ગામના ઈસુને પવિત્ર આત્મા અને સામર્થથી અભિષેક કરયો, ઈ ભલાય કરતો અને શેતાનથી સંતાવેલા લોકોને હાજા કરતો ફરતો કેમ કે, પરમેશ્વર એની હારે હતો.
યરુશાલેમ શહેરના રહેવાસી લોકોએ અને તેઓના આગેવાનોએ ઈસુ મસીહને નો ઓળખો અને આગમભાખીયાઓના વચનોને પણ નો હંમજા, જેને ઈ દરેક વિશ્રામવારના દિવસે કેતા હતા. ઈ હાટુ તેઓએ એને ગુનેગાર ઠરાવ્યો, અને એવી જ રીતેથી આગમભાખીયાઓના વચનો પુરા કરયા.