32 ઈસુએ તેઓને કીધું કે, તમે જયને ઈ શિયાળ જેવા સાલાક માણસને કયો કે, આજે-કાલે હું લોકોમાંથી મેલી આત્માને બાર કાઢું અને માંદા માણસને હાજા કરું છું, અને ત્રીજે દિવસ મારું કામ પુરું થાહે.
હવે હેરોદ રાજાએ આ બધીય વાતો હાંભળી: કારણ કે, ઈસુનું નામ ફેલાય ગયુ હતું. કેટલાક લોકો કેતા હતાં કે, “જળદીક્ષા આપનાર યોહાન મોતમાંથી પાછો જીવતો થયો. ઈ હાટુજ એનામા આ બધાય સમત્કાર કામ કરી રયું છે.”
કેમ કે, મૂસાના શાસ્ત્રથી નબળા માણસોને પ્રમુખ યાજક નિમણુક કરવામાં આવે છે, પણ ઈ વાયદો જે મુસાના નિયમ પછી આવીને એણે; પરમેશ્વરનાં દીકરાને પ્રમુખ યાજકની જેમ ગમાડીયો, અને ઈ સદાય હાટુ પરિપૂર્ણ બની ગયો છે.