3 હું તમને કવ છું કે ના; તેઓ નોતા, પણ જો તમે બધાય તમારા પાપોનો પસ્તાવો નો કરો, તો તમે પણ ઈ લોકોની જેમ જ નાશ પામશો.
પછી ઈ બારે જયને પોતાના કરતાં બીજી હાત મેલી આત્માઓને પોતાની ભેગી લેતી આવે છે, અને તેઓ ઈ માણસની અંદર ઘરીને ન્યા રેય છે. ઈ માણસની છેલી દશા પેલીના કરતાં ભુંડી થાય છે.
જઈ રાજાએ આ હાંભળ્યું તઈ ઈ ગુસ્સે થયો. એણે પોતાની સેના મોકલીને ઈ ખુનીઓનો નાશ કરયો તેઓનું શહેર બાળી નાખ્યુ.
“પાપનો પસ્તાવો કરો કેમ કે, સ્વર્ગનું રાજ્ય ઢુંકડુ આવી ગયુ છે.”
ઈસુએ તેઓએ જવાબ દીધો કે, “શું તમે એમ વિસારો છો કે, આ ગાલીલ લોકોને જે થયુ કેમ કે, તેઓ બીજા ગાલીલ લોકો કરતાં વધારે પાપી હતાં?
કા પેલા અઢાર માણસો જઈ શિલોઆમનો ઘુમ્મટ તેમના ઉપર તુટી પડયા તઈ જેઓ મારયા ગયા, તમે એમ માનો છો કે, તેઓ યરુશાલેમમાં રેતા માણસો કરતાં શું વધારે પાપી હતાં?
તેઓ નોતા! પણ હું તમને કવ છું કે, જો તમે તમારા પાપોથી પસ્તાવો નય કરો, તો તમારા બધાયનો પણ ઈજ રીતે નાશ થાહે.”
અને યરુશાલેમથી લયને બધીય બિનયહુદીઓમાં પસ્તાવાનો, અને પાપોની માફીઓનો પરચાર ખાલી એના નામથી કરવામા આયશે.
ઈ હાટુ પસ્તાવો કરીને પાપ કરવાનું બંધ કરો અને પરમેશ્વરની બાજુ પાછા વળી જાવ કે, તમારા પાપોને માફ કરવામા આવે, જેનાથી પરમેશ્વરની પાહેથી આત્મિક શાંતિનો વખત આયશે.