23 એક માણસે ઈસુને પુછું કે, “હે પરભુ, તારણ પામનાર થોડાક લોકો છે શું?” પછી ઈસુએ તેઓને જવાબ આપ્યો કે,
તઈ એના ચેલાએ હાંભળીને ઘણાય સોકીને કીધુ કે, “તો કોણ તારણ પામી હકે?”
ઈ રીતે જે છેલ્લા છે તેઓ પેલા થાહે, અને જેઓ પેલા છે તેઓ છેલ્લા થાહે.
કેમ કે, તેડેલા ઘણાય છે પણ ગમાડેલા થોડા છે.
કેમ કે, ઈ ફાટક બોવ હાક્ડું અને અઘરૂ છે, ઈ મારગ જે અનંતકાળ જીવનમાં લય જાય છે, અને થોડાક છે, જેઓ એને મેળવે છે.
ઈસુ બધાય શહેરોમાં અને ગામોમાં એના ચેલાઓની હારે શિક્ષણ આપતો યરુશાલેમ બાજુ જાતો હતો.
હાકડે કમાડથીજ અંદર ઘરો કેમ કે, પરમેશ્વરનાં રાજ્યમાં ઘરવું ખુબજ મુશ્કેલ છે, ઈ હાટુ હું તમને કવ છું કે, ઘણાય માણસો અંદર ઘરવાની કોશિશ કરશે, પણ તેઓ અંદર ઘરી હકશે નય.