એને તેઓને બીજો દાખલો કીધો કે, “આભનું રાજ્ય ખમીર જેવું છે કે, જયને એક બાયે થોડુક ખમીર લયને ત્રણ પાલી લોટમાં મેળવી દીધુ ઈ હાટુ કે, બધો લોટ ખમીરવાળો થય ગયો.”
ઈ હાટુ બધીય કચ કચ અને વેર-ભાવ વધવાથી રોકાયને, પરમેશ્વરનાં ઈ વચનને ભોળપણથી અપનાવી લ્યો, જે તમારા હૃદયમાં મુકવામા આવ્યુ, અને આ વચન તમારા જીવનનુ તારણ કરી હકે છે.