ઈસુએ તેઓને કીધુ કે, “પરમેશ્વરે યહુદી લોકોના વિશ્રામવારનો દિવસ માણસ હાટુ બનાવ્યો છે, પણ એણે યહુદી લોકોના વિશ્રામવારના દિવસને માણસોની ઉપર બોજ બનવા હાટુ નથી બનાવ્યો.
અને એણે રાડ પાડીને કીધું કે, હે ઈબ્રાહિમ, મારા બાપ, મારી ઉપર દયા કરીને લાજરસને મોકલ, જેથી ઈ પોતાની આંગળી પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે, કારણ કે, આગમાં હું પીડાને ભોગવી રયો છું
ઈ હાટુ પસ્તાવો કરવાની લાયક ફળ લીયાવો, અને પોતપોતાના મનમાં એવું વિસારો કે, ઈબ્રાહિમ આપડો વડવો છે, કેમ કે, હું તમને કવ છું કે, પરમેશ્વર ઈબ્રાહિમ હાટુ આ પાણામાંથી બાળકો પેદા કરી હકે છે.
તમારો બાપ તો શેતાન છે, અને તમે તમારા બાપના લોભને પુરો કરવા માગો છો. ઈ તો શરુઆતથી જ હત્યારો છે, ઈ હાસ ઉપર ટકી નથી રેતો કેમ કે, એમા હાસ છે જ નય. ઈ ખોટુ બોલે છે, ઈ પોતાના સ્વભાવના પરમાણે બોલે છે, કેમ કે ઈ ખોટો છે અને ખોટાય નો બાપ છે.