ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, “હું તમને હાસુ કવ છું કે, જો તમે વિશ્વાસ રાખો, અને શંકા નો કરો; તો નય ખાલી આવું કરશો, જે આ અંજીર ઝાડને કરેલું છે; પણ જો આ ડુંઘરાને કેહો કે, ઉખડી જા, અને દરીયામાં જયને પડ, તો એમ થય જાહે.
કેમ કે, જળદીક્ષા આપનાર યોહાને તમને કીધું કે, કેવી રીતે તમારે હાસુ જીવન જીવવું, તો પણ તમે એની ઉપર વિશ્વાસ નથી કરયો; પણ દાણીઓએ, વેશ્યાઓએ એનો વિશ્વાસ કરયો, ઈ જોયા પછી, પણ તમે પસ્તાવો કરયો નય, અને એની ઉપર વિશ્વાસ કરયો નય.