56 ઓ ઢોંગીઓ! આભ અને પૃથ્વીને જોયને, આ વાતાવરણની વિષે શું થાવાનુ છે ઈ પારખી હકો છો. તો પછી પરમેશ્વર આ વખતમાં શું કરવાનો છે એના વિષે કેમ પારખી હક્તા નથી?
ઈ વેળાએ ઈસુએ કીધું કે, “ઓ બાપ, આભ અને પૃથ્વીના પરભુ, હું તારી સ્તુતિ કરું છું કેમ કે, જ્ઞાની લોકો અને હમજણાઓથી ઈ વાતો છુપી રાખીને, બાળકોને પરગટ કરી છે.”
ઈ હાટુ જઈ તમે દાન કરો, તઈ જેમ ઢોંગીઓ યહુદી લોકોની પરસાર કરવાની જગ્યાઓમાં અને મારગમાં માણસોથી વખાણ મેળવવા હાટુ કરે છે, એમ પોતાની આગળ રણશિંગડું નો વગાડો. હું તમને પાકું કવ છું કે, તેઓ પોતાનું વળતર મેળવી સુક્યા છે.
પણ જઈ હાસો વખત આવ્યો, પરમેશ્વરે પોતે પોતાના દીકરાને આ જગતમાં મોકલ્યો અને ઈ એક માણસના રૂપમાં આવ્યો. ઈ એક યહુદીના રૂપમાં પેદા થયો અને મુસાના શાસ્ત્ર પરમાણે કરતો હતો.