53 તેઓ જુદા પડશે અને બાપ દીકરાની, અને દીકરો બાપની હામે થાહે; માં દીકરીની, દીકરી માંની હામે થાહે, હાહુ વોવની, અને વોવ હાહુની હામે થાહે.
કેમ કે, દીકરાને એના બાપથી, દીકરી એની માંથી, અને વહુને એની હાહુથી, વિરોધ કરાવવા હાટુ હું આવ્યો છું
ઈ વખતે ઘણાય મારી ઉપર વિશ્વાસ કરવાનું બંધ કરી દેહે, અને એકબીજાનો વિરોધ કરશે અને વેર રાખશે.
કેમ કે, હવેથી ઈ પરિવારના પાચ માણસોના ભાગલા પડશે, અને ત્રણ બેનો વિરોધ કરશે, અને બે ત્રણનો વિરોધ કરશે.