તેઓ તમને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી બારે કાઢી મુકશે, પણ ખરેખર ઈ વખત આવી રયો છે કે, જો કોય તમને મારી નાખશે, તો ઈ પોતે એમ વિસાર કરશે કે, આવું કરવાથી હું પરમેશ્વરની સેવા કરી રયો છું
એની વાતને થોડાક ફરોશી ટોળાના લોકોનું ટોળું કેવા લાગ્યા કે, “ઈ માણસ પરમેશ્વરનો મોકલેલો નથી, કેમ કે ઈ વિશ્રામવારનો દિવસ નથી પાળતો,” થોડાક બીજા લોકોએ કીધું કે, “કોય પાપી માણસ આવા સમત્કાર નથી કરી હકતો,” ઈ વાતને લીધે એનામા ભાગલા પડી ગયા છે.