48 અને જે જાણયા વગર માર ખાવાનું કામ કરે, ઈ થોડીક માર ખાહે, એટલે જેને વધારે આપ્યુ છે, એની પાહેથી વધારે માગવામાં આયશે; અને જેને બોવ હોપવામાં આવ્યું છે, એની પાહેથી ઘણુય બધુય લેવામાં આયશે.
કેમ કે, જેની અંદર જે હું શિખવાડું છું એને હંમજવાની ઈચ્છા છે, એને પરમેશ્વર હજી વધારે હંમજણ આપશે. પણ હું શું શિખવાડું છું? એને જે કોય પણ હંમજવાની ઈચ્છા નથી રાખતો, તો એની પાહે જે હંમજણ છે, ઈ પણ પરમેશ્વર એની પાહેથી લય લેહે.
હું પેલા નિંદા કરનારો અને વિશ્વાસી લોકોને સતાવનારો અને તેઓનું નુકશાન કરનારો હતો, તો પણ મારી ઉપર પરમેશ્વરની દયા થય કેમ કે, મે આ બધુય હંમજા વગર, અને જઈ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ નો કરતો હતો તઈ ઈ બધાય કામો કરતો હતો.
હે તિમોથી, તને જે પરમેશ્વરે કરવાનું કીધું છે ઈ કરયા કર. અન્યાયી વાતો અને કેટલાક માણસો જેને ભૂલથી જ્ઞાન કેય છે એવી મુરખાય ભરેલી બાબતો જેનાથી વિરોધ થાય છે એનાથી છેટો રેજે.
હવે ખરા વખતે, પરમેશ્વરે આ હારા હમાસારને આપડી હામે પરગટ કરી અને આપડે એનો પરચાર બધાયની વસે કરી છયી. પરમેશ્વર આપડા તારનારે આ આજ્ઞા આપતા મને જવાબદારી આપી કે, એની હાટુ આ કામ કરૂ.