44 હું તમને હાસુ કવ છું કે, ઈ એને પોતાની બધી માલમિલકતનો કારભારી ઠરાયશે.
હું તમને હાસુ કવ છું કે, ઈ એને પોતાની બધી માલમિલકતનો કારભારી ઠરાયશે.
તઈ એના માલિકે એને કીધું કે, “શાબાશ હારા અને વિશ્વાસુ ચાકર! તું થોડીક સંપતીમાં વિશ્વાસુ માલુમ પડયો છે, ઈ હાટુ હું તને ઘણી મિલકત ઉપર અધિકારી ઠેરાવય. તું તારા માલિકનાં આનંદમાં ભાગીદાર થા.”
આશીર્વાદિત છે ઈ ચાકર જેને ઘરનો માલીક પાછો આવીને કામ કરતાં જોવે છે.
પણ જો કારભારી ખરાબ હોય અને પોતાના મનમા વિસારે કે, મારા માલીકને આવવાની બોવ વાર છે, તો પછી એવું થાહે કે, પેલો ચાકર બીજા ચાકરો અને દાસીઓને મારવાનું સાલું કરશે. ઈ ખાહે, પીહે અને છાકટો બનવા લાગશે.
ઈ હાટુ હું તને સલાહ આપું છું, કે તારે મારાથી શુદ્ધ હોનું વેસાતુ લેવુ જોયી જેથી તુ ખરેખર ધનવાન બની હક. તારે મારાથી પોતાને પેરવા હાટુ સફેદ લુગડા પણ વેસાતી લેવા જોયી જેથી તારો દેહ ઢાકેલો રેય અને તને શરમ લાગે નય અને તારે પોતાની આંખુની સારવાર કરવા હાટુ મારાથી દવા પણ વેસાતી લેવી જોયી જેથી તુ જોય હક.