અને જે જાણયા વગર માર ખાવાનું કામ કરે, ઈ થોડીક માર ખાહે, એટલે જેને વધારે આપ્યુ છે, એની પાહેથી વધારે માગવામાં આયશે; અને જેને બોવ હોપવામાં આવ્યું છે, એની પાહેથી ઘણુય બધુય લેવામાં આયશે.
જાગૃત રયો કેમ કે, શેતાન તમારો વેરી તમારા ઉપર હુમલો કરવા ઈચ્છે છે, જેથી તમે પરમેશ્વરની આજ્ઞાનું પાલન નો કરો, ઈ ગરજનાર સિંહની જેવો છે જે આગળ-પાછળ જાતા જોવે છે કે, ઈ કોયને ખાય હકે.