તમારે એમ કરવાની જરૂર છે કેમ કે, આપડે જાણી છયી આ કેવો વખત છે ઈ તમે જાણો છો. અત્યારે તમારે ઉંઘમાંથી જાગવાનો વખત આવી પૂગ્યો છે. આપડે વિશ્વાસ કરયો, તઈ કરતાં અત્યારે આપડુ તારણ વધારે ઢુંકડુ છે.
આવો, આપડે રાજી અને ખુશ થાયી, અને એની મહિમા કરી કેમ કે, જે ઘેટાનું બસુ છે એના લગન થાવાના છે અને એની કન્યા એટલે કે, એના વિશ્વાસુઓનું જૂથ, પોતાનો શણગાર કરીને એની હાટુ તૈયાર છે.