લૂકની સુવાર્તા 12:37 - કોલી નવો કરાર37 જે ચાકરો એની પાછા આવવાની વાટ જોહે, તેઓ આશીર્વાદિત છે; હું તમને હાસુ કવ છું કે, ઈ માલીક એક ચાકરની જેમ લુગડા પેરીને એને જમવા બેહાડશે, પછી માલીક તેઓની પાહે આવીને સેવા કરશે. အခန်းကိုကြည့်ပါ။ |
ફરીથી મે સ્વર્ગથી કોયને બોલતા હાંભળ્યો અને એણે મને કીધુ કે, આ વાતોને આયા લખ, હવેથી, ઈ લોકો આશીર્વાદિત છે જે પરમેશ્વર ઉપર વિશ્વાસ કરતી વખતે મરી જાય છે. તઈ પરમેશ્વરની આત્માએ એનાથી સહમત થયને કીધુ કે, “આ હાસુ છે, તેઓ આશીર્વાદિત છે કેમ કે, તેઓ પોતાની ખુબ મહેનતથી આરામ પામશે અને તેઓએ જે કામ કરયા છે એની હાટુ તેઓને વળતર દેવામાં આયશે.”
મેલી આત્માઓએ શાસકોને અને એની સેનાઓને ઈ જગ્યા ઉપર ભેગા કરયા, જેને હિબ્રૂ ભાષામાં આર્માગેદન કેવામાં આવે છે. ઈ હાટુ પરભુ ઈસુએ કીધુ કે, “આ વાત હાંભળો, મારૂ આવવું સોરની આવવાની જેમ અસાનક થાહે, આશીર્વાદિત છે ઈ માણસ જે મારાં પાછા આવતાં હુધી જાગતા રેહે અને પોતાના લુગડા તૈયાર રાખો, તઈ તેઓ નાગા નય હોય અને કાય પણ એને શરમ નય લાગે પછી ઈ બારે ઘણાય લોકોની વસમા જ કેમ નો હોય.”