35 “તમે પોતાની કમર બાંધીને પોતાનો દીવો હળગતો રાખીને કામ કરવા હાટુ તૈયાર રયો.
ફરી ઈસુએ એના ચેલાઓને કીધુ કે, જઈ માણસનો દીકરો પાછો આયશે, તઈ સ્વર્ગનું રાજ્ય દસ કુંવારીઓની જેવું હશે, જે પોત પોતાની મશાલો લયને વરરાજાને મળવા હાટુ બારે નીકળી.
ઈ જ વખતે તમે તમારુ અજવાળું લોકોની આગળ એવુ અજવાળું થાવા દયો કે, તેઓ તમારી રૂડી કરણીઓ જોયને સ્વર્ગમાંના તમારા બાપનું નમન કરે.
લગન પરસંગમાંથી ઘરે પાછા આવતાં માલિકની રાહ જોતા ચાકરો જેવા તમે થાવો, જઈ માલીક આવે, અને દરવાજો ખખડાયશે, તો તરત ચાકરો એની હાટુ કમાડ ઉઘાડી દેય.
જેથી હાસાયથી તમારી કમર બાંધીને, ન્યાયપણાનું બખતર પેરીને.
જેથી તમે કપટી અને આડી પ્રજા વસે પરમેશ્વરનાં પવિત્ર સંતાનની જેમ નિરદોષ અને ભોળા થયને જીવો. જેઓની વસે જીવનનું વચન પરગટ કરીને જગતમાં જ્યોતની જેમ સમકો.
ઈ હાટુ પરમેશ્વરનું પાલન કરવા હાટુ પોતાના મગજને તૈયાર કરો. મારો મતલબ ઈ છે કે, તમારે તમારા મનને નિયંત્રણ કરવા જોયી. આશા રાખો કે, તમે હારી વસ્તુઓ મેળવશો જે પરમેશ્વર કૃપાથી તમારી હાટુ કરશે જઈ ઈસુ મસીહ સ્વર્ગથી પાછો આયશે.