30 કેમ કે, લોકો જે પરમેશ્વરને નથી જાણતા તેઓ સદાય આ બધી વસ્તુઓની વિષે ઉપાદી કરે છે. પણ તમારો બાપ જે સ્વર્ગમાં છે ઈ જાણે છે કે તમારે આ બધી વસ્તુઓની જરૂર છે.
જો તમે ખાલી તમારા સબંધીઓને જ સલામ કરો છો, તો તમે બીજા લોકોની હરખામણીમાં કાય હારૂ કરતાં નથી કેમ કે, જો પરમેશ્વરનાં નિયમને નથી પાળતા તો તેઓ હોતન એમ જ કરે છે.
હવે સેતીને રયો! તમે કોય પણ ન્યાયી કે હારા કામ કરો તો ઈ લોકોની હામે કરતાં નય, લોકો તમને હારા કામો કરતાં જોવે એમ નો કરો, જો તમે એમ કરશો તો સ્વર્ગમાંના તમારા બાપથી તમને કાય વળતર મળશે નય.
ઈસુએ એને કીધું કે, “મને અડતી નય કેમ કે, હું હજી હુધી બાપની પાહે સ્વર્ગમા નથી ગયો, પણ મારા ભાઈઓની પાહે જયને તેઓને કય દેય કે, હું મારા બાપ અને તારા બાપ, અને મારા પરમેશ્વર અને તારા પરમેશ્વરની પાહે ઉપર જાવ છું”