ઈસુએ પોતાના ચેલાઓને કીધું કે, ઈ હાટુ હું તમને કવ છું કે, તમારા દેહના જીવનની હાટુ ઉપાદી નો કરો કે, કે શું પેરશું, ખરેખર તમારુ જીવન ખોરાકથી અને તમારા પેરવાના લુગડાથી વધારે કિંમતી છે.
કેમ કે, લોકો જે પરમેશ્વરને નથી જાણતા તેઓ સદાય આ બધી વસ્તુઓની વિષે ઉપાદી કરે છે. પણ તમારો બાપ જે સ્વર્ગમાં છે ઈ જાણે છે કે તમારે આ બધી વસ્તુઓની જરૂર છે.
પછી ઈસુએ ચેલાઓને પુછયું કે, “જઈ મે તમને બારે ગામડાઓમાં મોકલ્યા, અને તમે કાય રૂપીયા, ભોજન કા જોડા વગરના ગયા તો શું તમને ન્યા કાય જરૂર પડી જે તમને નો મળી હક્યું?” તેઓએ જવાબ દીધો કે “કાય પણ નય!”