26 જેથી જો તમે નાનું કામ પણ કરી હકતા નથી, તો તમે જીવનમાં બીજી બાબતોના વિષે ઉપાદી હુકામ કરો છો?
ઈ હાટુ હું તમને કવ છું કે, તમારા દેહના જીવનની હાટુ ઉપાદી નો કરો કે, શું પેરશું ખરેખર તમારુ જીવન ખોરાકથી અને તમારા પેરવાના લુગડાથી વધારે કિંમતી છે.
તમારામાંનો કોય પણ માણસ ઉપાદી કરીને પોતાના જીવનની એક મિનીટ પણ વધારી હકતો નથી!
ફૂલોને જોવ કે, તેઓ કેવા વધે છે; તેઓ નથી કામ કરતાં, અને નથી તેઓ મેનત કરતાં; તો પણ હું તમને કવ છું કે, સુલેમાન રાજા પણ પોતાની બધીય માલ-મિલકત, ગૌરવ અને હણગારેલા લુગડા પેરેલો ઈ ફૂલોમાના એક જેવો પણ નોતો.
અને તમે એની ઉપાદી નો કરતાં કે, અમે શું ખાહું કે, શું પીહું, અને એના વિષે કાય શંકા નો કરો.
પરમેશ્વરને તમારી બધીય હેરાનગતિઓ અને સીંતાઓ જણાવો કેમ કે, ઈ તમારી સીંતા કરે છે.