ઈસુએ પોતાના ચેલાઓને કીધું કે, ઈ હાટુ હું તમને કવ છું કે, તમારા દેહના જીવનની હાટુ ઉપાદી નો કરો કે, કે શું પેરશું, ખરેખર તમારુ જીવન ખોરાકથી અને તમારા પેરવાના લુગડાથી વધારે કિંમતી છે.
કાગડાઓ ઉપર ધ્યાન દયો; તેઓ વાવતા નથી, અને વાઢતા પણ નથી, અને વખારોમાં ભરતા પણ નથી, તો પણ પરમેશ્વર તમારો સ્વર્ગમાંનો બાપ તેઓને પાળે છે, તો તમે આભના પંખીડાઓ કરતાં પણ વધારે મુલ્યવાન છો.