જઈ લોકો કહેતા હોય કે, અમે શાંતિથી જીવી છયી, અને બધુય હારું છે, તઈ જે રીતે ગર્ભવતી બાઈને અસાનક દુખાવો થાવા લાગે છે, તેવીજ રીતે તેઓ નાશ થાવા લાગશે, અને તેઓ ઈ મોટા દુખથી બસી નય હકે.
આ જગતના માલદાર લોકોને હુકમ કર કે, તેઓ અભિમાની નો બને, અને થોડાક વખત હાટુ રેનારા પોતાના રૂપીયા ઉપર ભરોસો નો કર, પણ પોતાના સુખ હાટુ બધુય દાતારીથી દેનારો પરમેશ્વરની ઉપર આશા રાખ.