18 પછી રૂપીયાવાળા માણસે કીધું કે, મને ખબર છે કે, મારે શું કરવુ: હું મારી વખારોને તોડીને વધારે મોટી કરય; હું ન્યા વખારમાં હારા ઘઉંના દાણા અને વસીયત રાખય.
આભના પંખીડાઓને જુઓ! તેઓ વાવતા નથી, અને વાઢતા પણ નથી, અને વખારોમાં ભરતા પણ નથી; તો પણ તમારો સ્વર્ગમાંનો બાપ તેઓને પાળે છે, તો તમે આભના પંખીડાઓ કરતાં વધારે મુલ્યવાન છો.
કાગડાઓ ઉપર ધ્યાન દયો; તેઓ વાવતા નથી, અને વાઢતા પણ નથી, અને વખારોમાં ભરતા પણ નથી, તો પણ પરમેશ્વર તમારો સ્વર્ગમાંનો બાપ તેઓને પાળે છે, તો તમે આભના પંખીડાઓ કરતાં પણ વધારે મુલ્યવાન છો.
ન્યાયાધીશ લાંબા વખત હુંધી એને મદદ કરવા ઈચ્છતો નોતો; પણ લાંબા વખત પછી ન્યાયાધીશને વિસાર આવ્યો કે, “હું પરમેશ્વરથી બીતો નથી અને કોય માણસની પરવાહ કરતો નથી,