13 ફરીથી ગડદીમાંથી એક માણસે ઈસુને કીધું કે, “હે ગુરુ, મારા ભાઈને કયો કે, બાપની વસીયતનો ભાગ મને આપી દેય.”
કેમ કે, પવિત્ર આત્મા ઈજ વખતે એને શીખવાડી દેહે કે, તમારે શું કેવું જોયી.
પણ ઈસુએ એને કીધું કે, “હે માણસ, કોયે મને તમારા બાધણા વિષે ન્યાય કરનારો ઠરાવ્યો નથી જે લોકોની મિલકત વિષે છે!”
જે મનમાં ભરયું હોય, ઈજ મોંઢાંમાંથી બારે કાઢે છે. હારો માણસ હારા મનના ભંડારમાંથી હારુ બોલે છે; અને ખરાબ માણસ ખરાબ મનના ભંડારમાંથી ખરાબ બોલે છે.
અને એવુ કરનારામાં કાયમ બાધણા થાતા રેય છે, તેઓની બુદ્ધિ બગડી ગય છે, તેઓને લાગે છે કે, પરમેશ્વરની સેવા કરવી માલ-મિલકત કમાવાનું સાધન છે.