તમારો ભાયબંધ તમને ઘરમાંથી જ જવાબ આપશે કે, “વયો જા, મને તકલીફ નો આપ, હમણાં કમાડ બંધ છે, હું મારા બાળકો હારે પથારીમાં છું, એટલે હું ઉઠીને તને રોટલી આપી હકુ એમ નથી.”
એપાફ્રાસ જે તમારા શહેરમાંથી છે, અને મસીહ ઈસુનો સેવક છે તમને સલામ કેય છે. ઈ સદાય તમારી હાટુ મન લગાડીને પ્રાર્થના કરે છે, જેથી તમે ખરા ઉતરીને પુરેપુરા વિશ્વાસથી પરમેશ્વરની ઈચ્છા ઉપર ઉભા રયો.