7 તમારો ભાયબંધ તમને ઘરમાંથી જ જવાબ આપશે કે, “વયો જા, મને તકલીફ નો આપ, હમણાં કમાડ બંધ છે, હું મારા બાળકો હારે પથારીમાં છું, એટલે હું ઉઠીને તને રોટલી આપી હકુ એમ નથી.”
જો પરમેશ્વર, ઘર માલિકે એનુ કમાડ, બંધ કરી દીધુ હોય, અને પછી તમે બારે રયને કમાડને ખખડાવો અને વિનવણી કરીને કયો કે, “હે પરભુ, અમારી હાટુ કમાડ ઉઘાડ. પણ ઈ તમને જવાબ આપશે કે, હું તમને ઓળખતો નથી, તમે ક્યાંથી આવો છો?”