52 ઓ યહુદી નિયમના શિક્ષકો તમને અફસોસ છે! કેમ કે, તમે પરમેશ્વર વિષે જ્ઞાન મેળવી લીધું છે, પણ તમે પોતે એમા જાતા નથી, અને બીજાઓ જે જાય છે એને પણ જાવા દેતા નથી.
ઈસુએ આ કેવાનું પુરું કરયા પછી ઈ ન્યાંથી નીકળો. પછી યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકો એની વિરુધમાં ઉશ્કેરવા લાગ્યા. તેઓ ઘણીય બધીય બાબતો વિષે સવાલો પુછયા.
તઈ મોટી સભાના લોકોએ ગમલીએનની વાતોને માની લીધી, અને ગમાડેલા ચેલાઓને બોલાવીને માર ખવડાવી, અને એની ઉપર હુકમ કરયો કે, તેઓ હવેથી ઈસુના નામે કોયને પણ કાય નય કેય, અને તેઓને છોડી મુકા.