50 જેથી જગતની શરુઆતથી જે બધાય આગમભાખીયાઓનું લોહી વહેવડવામાં આવ્યું છે, ઈ હાટુ તમે લોકો જે હમણાં જીવો છો તેઓને સજા થાહે.
તઈ હું, રાજા પોતાની જમણી બાજુના લોકોને કેય કે, મારા બાપના આશીર્વાદિત લોકો આવો અને ઈ રાજ્યના અધિકારીઓ થાવ, જે જગતની શરૂઆત અગાવ તમારી હાટુ તૈયાર કરેલું છે.