49 ઈ હાટુ પરમેશ્વરની બુદ્ધિએ પણ કીધું છે કે, “હું તેઓની પાહે આગમભાખીયાઓ અને ગમાડેલા ચેલાઓને મોકલય, અને ઈ તેઓમાંથી કેટલાકને મારી નાખશે અને કેટલાકને હેરાન કરશે.”
તેઓ તમને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી બારે કાઢી મુકશે, પણ ખરેખર ઈ વખત આવી રયો છે કે, જો કોય તમને મારી નાખશે, તો ઈ પોતે એમ વિસાર કરશે કે, આવું કરવાથી હું પરમેશ્વરની સેવા કરી રયો છું
પણ જઈ પવિત્ર આત્મા તમારામા આયશે, તઈ તમે સામર્થ પામશો; અને યરુશાલેમ શહેર અને સમરૂન પરદેશ અને આખા યહુદીયામાં અને આખા જગતના છેડા હુધી લોકો મારી વિષે સાક્ષી થાહે.
પણ પરમેશ્વરે તમને મસીહ ઈસુની હારે એક મંડળી તરીકે નીમ્યા છે, અને મસીહ દ્વારા ઈ આપણે પોતાનું જ્ઞાન આપે છે. પરમેશ્વર પણ આપણને એની નજરમાં ન્યાયી બનાવે છે. મસીહ દ્વારા આપણને પવિત્ર બનાવામાં આવે છે, અને ઈ આપણને પાપથી બસાવે છે.
પછી કોકે સ્વર્ગથી કીધુ કે, “હે સ્વર્ગમા રેનારા, બાબિલ શહેરની હારે જે થયુ છે એની ઉપર રાજી થા! તમે જે પરમેશ્વરનાં લોકો છો, જેમા ગમાડેલા ચેલાઓ અને આગમભાખીયાઓ હારે છે, રાજી થાવ. તમારે રાજી થાવુ જોયી; પરમેશ્વરે ઈ લોકોને વ્યાજબી સજા આપી છે કેમ કે, તેઓએ તમારી વિરુધ બોવ જ ખરાબ કામ કરયુ છે.”