ઈસુએ જવાબ આપ્યો કે, તમે યહુદી નિયમના શિક્ષકો તમને અફસોસ છે! કારણ કે, તમે એવા કડક નિયમો બનાવો છો, જેનું પાલન કરવાનું પણ લોકોની હાટુ ઘણુય કઠણ છે. તમે બીજા લોકોને ઈ નિયમનું પાલન કરવા હાટુ દબાણ કરો છો, પણ તમે તમારી જાતે ઈ નિયમો પરમાણે જરાય કોશિશ કરતાં નથી.
ઓ યહુદી નિયમના શિક્ષકો તમને અફસોસ છે! કેમ કે, તમે પરમેશ્વર વિષે જ્ઞાન મેળવી લીધું છે, પણ તમે પોતે એમા જાતા નથી, અને બીજાઓ જે જાય છે એને પણ જાવા દેતા નથી.