44 તમને અફસોસ છે! કેમ કે, તમે તો છુપાયેલી કબરો જેવા છો લોકો અજાણતા એના ઉપરથી હાલે છે એવા તમે છો
બધાય બી કરતાં ઈ નાનું હતું, પણ પછી બધાય છોડવા કરતાય ઈ મોટુ ઝાડ થયુ એને એવ્યું મોટી ડાળ્યું આવ્યું કે, આભના પંખીઓએ એની ડાળ્યું ઉપર માળો બાંધ્યો.”
તઈ પાઉલે એને કીધું કે, “હે ઢોગી માણસ, પરમેશ્વર તને મારશે, તુ નિયમની પરમાણે મારો ન્યાય કરવા હાટુ બેઠો છો, અને પછી શું નિયમની વિરોધમા મને મારવાનો હુકમ આપશો?”