39 પરભુએ એને કીધું કે, હે ઢોંગીઓ ફરોશી ટોળાના લોકો તમે થાળી અને વાટકાઓ બારથી સાફ કરો છો, પણ તમારા અંદર તો બીજા લોકોને છેતરીને ભેગી કરેલી ખરાબ વસ્તુઓ છે.
ઈસુએ ફરોશી ટોળાના લોકોને કીધું કે, “તમે લોકોને આગળ પોતાની જાતને ધાર્મિક બતાવો છો, પણ પરમેશ્વર તમારા હ્રદયમાં શું છે ઈ જાણે છે, કેમ કે જે કાય વસ્તું લોકોની નજરમાં ખાસ છે ઈ પરમેશ્વરની આગળ ખરાબ છે.”
એણે આ વાત ઈ હાટુ નોતી કીધી કે, એને ગરીબોની સીંતા હતી, પણ ઈ હાટુ કીધી કે, ઈ સોર હતો અને એની પાહે એના ખરસ હાટુ રૂપીયાની એક થેલી હતી અને એમાંથી રૂપીયા સોરી લેતો હતો.
જેના મન હારા છે, એનામા કોય પાપ કરવાનો વિસાર નથી, એની હાટુ બધુય સોખું છે. પણ જેનું મન હારું નથી અને ઈસુ ઉપર વિશ્વાસ નથી કરતાં, એની હાટુ કાય પણ સોખું નથી કેમ કે, એના મન અને હ્રદય બેય ભુંડા છે.