આંખુ તારા દેહ હાટુ એક દીવાની જેમ છે, એટલે જો તારી આંખ હારી હોય તો તારો આખોય દેહ અંજવાળાથી ભરેલો છે; પણ જઈ તારી આંખુ ખરાબ છે, તો તારો આખોય દેહ પણ અંધકારથી ભરેલો હશે.
પણ જો કોય માણસ આ રીતે નથી જીવતો, તો ઈ એક એવા માણસની જેવો છે, જે હારી રીતે જોય હક્તો નથી, કે જે આંધળો છે, ઈ ભુલી ગયો છે કે, પરમેશ્વરે એને ઈ પાપથી માફ કરી દીધો છે, જે એણે મસીહમા વિશ્વાસ કરવા પેલા કરયા હતા.
જઈ તેઓ લોકોને શિક્ષણ આપે છે, તો ઈ ખોટા અને અભિમાનથી ભરેલા શબ્દોનો ઉપયોગ કરે છે. ઈ લોકોને કેય છે કે, ઈ એવા શરમજનક કામો કરી હકે છે, જે તેઓનો દેહ કરવા માગે છે અને ઈ તેવા લોકોને ફરીથી પાપ કરવા ભરમાવી દેય છે, જે હમણાં-હમણાં જ આવા પાપી જીવનથી બસીને બાર નીકળા છે.
તુ કેય કે તુ ધનવાન છો અને તારી પાહે ઈ બધુય છે; જેની તને જરૂર છે, પણ તુ નથી જાણતો કે શું હાસુ છે, તારી ઉપર દયા આવવી જોયી, કેમ કે હાસુ આ છે કે તુ ગરીબ છો, તારી પાહે લુગડા નથી, અને તુ આંધળો છો.