32 ન્યાયના દિવસે નિનવેહ શહેરના લોકો આ પેઢીના લોકોની હારે અપરાધી ઠરાયશે કેમ કે, યુનાનું શિક્ષણ હાંભળીને તેઓએ પસ્તાવો કરયો અને જોવો, આ ઈ છે કે, જે યુના કરતાં મોટો છે.
પણ એણે ઈ લોકોને જવાબ વાળ્યો કે, આ પેઢીના ખરાબ અને છીનાળવા લોકો પરમેશ્વરની પાહે સમત્કારીક નિશાની માગે છે; પણ યુના આગમભાખીયાની હારે જે કાય થયુ, ઈ નિશાની સિવાય બીજી કોય નિશાની, એને અપાહે નય.
ન્યાયના દિવસે નિનવેહ શહેરના લોકો આ પેઢીના લોકોની હારે અપરાધી ઠરાયશે કેમ કે, યુનાનું શિક્ષણ હાંભળીને, તેઓએ પસ્તાવો કરયો અને જોવો, આ ઈ છે કે, જે યુના કરતાં મોટો છે.
દક્ષિણની રાણી ન્યાયને દિવસે આ પેઢીના લોકોની હારે ઉઠીને, એને અપરાધી ઠરાયશે કેમ કે, ઈ સુલેમાનનું જ્ઞાન હાભળવા હારું બોવ આઘેથી આવી હતી અને જોવો આયા એક છે જે રાજા સુલેમાન કરતાય મોટો છે.