જે પણ આ વચન વાસે છે અને જે કોય એને હાંભળે છે જઈ એને જોરથી વાસવામાં આવી રયું હોય, પરમેશ્વર એનુ ભલું કરશે, જે એક ધ્યાનથી હાંભળે છે અને એની આજ્ઞાનું પાલન કરે છે, કેમ કે, ઈ વખત જલ્દી આવી રયો છે જઈ આ બાબતો થાહે.
આશીર્વાદિત છે તેઓ, જે પોતાના લુગડાને ઘેટાના બસ્સાના લોહીથી શુદ્ધ બનાવી લેય છે કેમ કે, તેઓને ઈ શહેરના દરવાજાથી અંદર આવવાનો અધિકાર દેવામા આયશે અને ઈ ઝાડથી ફળ ખાવાનો અધિકાર આપવામા આયશે જે જીવન આપનાર છે.