અને સ્વર્ગદુતે એની પાહે આવીને કીધું કે, “તને સલામ કેમ કે, પરભુ તારી હારે છે અને જય તારી ઉપર થાય, પરમેશ્વરે તારી ઉપર ઘણીય કૃપા કરી છે! પરભુ તારી હારે છે.”
પછી ઈ બારે જયને પોતાના કરતાં બીજી હાત મેલી આત્માઓને પોતાની ભેગી લેતી આવે છે, અને તેઓ ઈ માણસની અંદર ઘરીને ન્યા રેય છે. ઈ માણસની છેલી દશા પેલીના કરતાં ભુંડી થાય છે.
કેમ કે, એવો પીડાનો દિવસ આવતો હતો કે, જઈ લોકો કેયશે કે, ઈ બાયુ આશીર્વાદિત છે, જેને બાળકો ક્યારેય થય હકતા નથી, અને ઈ બાયુ આશીર્વાદિત છે કે, જેણે કોય દિવસ બાળકોને ધવડાવા નથી.”