26 પછી ઈ બારે જયને પોતાના કરતાં બીજી હાત મેલી આત્માઓને પોતાની ભેગી લેતી આવે છે, અને તેઓ ઈ માણસની અંદર ઘરીને ન્યા રેય છે. ઈ માણસની છેલી દશા પેલીના કરતાં ભુંડી થાય છે.
પછી ઈ બારે જયને પોતાના કરતાં બીજી હાત મેલી આત્માઓને પોતાની ભેગી લેતી આવે છે, અને તેઓ ઈ માણસની અંદર ઘરીને ન્યા રેય છે. ઈ માણસની છેલી દશા પેલીના કરતાં ભુંડી થાય છે.
ઓ ઢોંગી; યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકો, તમારી હાટુ કેટલો અફસોસ છે! કેમ કે, એક ચેલો બનાવવા હાટુ તમે બધી જગ્યાએ ફરીને યાત્રાઓ કરો છો અને જઈ તેઓ વિશ્વાસ કરે છે, તઈ તમે એને પોતાના કરતાં બે ગણો નરકમાં જાવા લાયક માણસ બનાવો છો.
પછી ઈ માણસ પાછો ઈસુને મંદિરના આંગણામાં મળ્યો, તઈ ઈસુએ ઈ માણસને કીધું કે, “જો, તુ હાજો થય ગયો છે, ઈ હાટુ પાછો પાપ કરતો નય, ક્યાક એવુ નો થાય કે, એનાથી પણ મોટુ દુખ તારી ઉપર આવી જાય.”
જો કોય સાથી વિશ્વાસીને એવા પાપ કરતો જોવે, જેનું પરિણામ મરણ નથી થાતું, તો ઈ એની હાટુ પ્રાર્થના કરે અને પરમેશ્વર એને અનંતજીવન આપશે. આ ઈ લોકોની હાટુ, જેઓએ એવા પાપ કરયા છે, જેનું પરિણામ મરણ નથી થાતું, પણ પાપ એવુ પણ હોય છે જેનું પરિણામ મરણ છે, અને ઈ વિષે હું વિનવણી કરવા હાટુ નથી કેતો.