જઈ મેલી આત્મા માણસમાંથી નીકળા પછી, ઈ ઉજ્જડ જગ્યા ઉપર વિહામો ગોતવા હાટુ રખડતો ફરે છે. પણ એને વિહામો મળતો નથી, તઈ ઈ પોતે જ કેય છે કે, જે માણસમાંથી નીકળીને હું બારે આવ્યો હતો ન્યા જ હું પાછો જાય.
પછી ઈ બારે જયને પોતાના કરતાં બીજી હાત મેલી આત્માઓને પોતાની ભેગી લેતી આવે છે, અને તેઓ ઈ માણસની અંદર ઘરીને ન્યા રેય છે. ઈ માણસની છેલી દશા પેલીના કરતાં ભુંડી થાય છે.