24 જઈ મેલી આત્મા માણસમાંથી નીકળા પછી, ઈ ઉજ્જડ જગ્યા ઉપર વિહામો ગોતવા હાટુ રખડતો ફરે છે. પણ એને વિહામો મળતો નથી, તઈ ઈ પોતે જ કેય છે કે, જે માણસમાંથી નીકળીને હું બારે આવ્યો હતો ન્યા જ હું પાછો જાય.
જઈ ઈસુએ જોયું કે, ઘણાય બધાય લોકો તેઓને જોવા ધોડીને ભેગા થાય છે. તઈ ઈસુએ મેલી આત્માને ધમકાવીને કીધુ કે, “હું તને આજ્ઞા આપું છું કે, મૂંગા અને બેરા કરનારી ભુંડી આત્મા એમાંથી નીકળી જા અને એમા ફરીથી કોય દિ નો ઘરતી.”
ઈ વખતે તમે આ જગતના ઈ લોકોની રીત પરમાણે કરતાં હતા, જે પરમેશ્વરને નથી જાણતા અને તમે દુષ્ટ આત્માઓનો સરદાર જે આભમાં છે, એની પરમાણે કરતાં હતા, જે હવે ઈ લોકોને કાબુમાં કરવાની કોશિશ કરી રયો છે જે પરમેશ્વરની આજ્ઞા પાલન નથી કરતાં.
જાગૃત રયો કેમ કે, શેતાન તમારો વેરી તમારા ઉપર હુમલો કરવા ઈચ્છે છે, જેથી તમે પરમેશ્વરની આજ્ઞાનું પાલન નો કરો, ઈ ગરજનાર સિંહની જેવો છે જે આગળ-પાછળ જાતા જોવે છે કે, ઈ કોયને ખાય હકે.