Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 11:2 - કોલી નવો કરાર

2 ઈસુએ એના ચેલાઓને કીધું કે, “જઈ તમે પ્રાર્થના કરો, તઈ તમે આ રીતે પ્રાર્થના કરો, હે પરમેશ્વર અમારા બાપ, તું જે સ્વર્ગમાં છો, તારા પવિત્ર નામને માન મળે, તારું રાજ્ય બધી જગ્યાએ રેય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 11:2
45 ပူးပေါင်းရင်းမြစ်များ  

જો કોય મને માણસોની હામે કબુલ કરશે, ઈ મારો ચેલો છે, તો એને હું પણ મારા સ્વર્ગીય બાપની આગળ ચેલા તરીકે કબુલ કરય.


“પાપનો પસ્તાવો કરો કેમ કે, સ્વર્ગનું રાજ્ય ઢુંકડુ આવી ગયુ છે.”


ઈ જ વખતે તમે તમારુ અજવાળું લોકોની આગળ એવુ અજવાળું થાવા દયો કે, તેઓ તમારી રૂડી કરણીઓ જોયને સ્વર્ગમાંના તમારા બાપનું નમન કરે.


પછી ઈ કોય એક ઠેકાણે પ્રાર્થના કરતો હતો. જઈ એણે પ્રાર્થના કરવાનું પૂરુ કરયુ, તઈ એના ચેલાઓમાંના એકે એને કીધું કે, “હે પરભુ, જેમ યોહાન જળદીક્ષા દેનારે એના ચેલાઓને પ્રાર્થના કરતાં શીખવ્યુ એવી રીતે અમને પણ શીખવાડ.”


હુ તમને ગમાડેલા બધાય લોકોને લખું છું, જે રોમ શહેરમાં રેય છે, જેને પરમેશ્વર પ્રેમ કરે છે, એના પોતાના પવિત્ર લોકો થાવા હાટુ બોલાવામાં આવ્યા. આપડા બાપ પરમેશ્વર અને પરભુ ઈસુ મસીહ તરફથી તમને કૃપા અને શાંતિ મળતી રેય.


કેમ કે, ફરીથી બીક લાગે એવો ગુલામીનો આત્મા તમને મળ્યો નથી; પણ તમને ખોળે બેહાડેલા દીકરાની જેમ આત્મા મળ્યો છે જેને લીધે આપડે હે બાપ, હે અબ્બા કયને હાંક મારી છયી.


હું પ્રાર્થના કરું છું કે, પરમેશ્વર આપડા બાપ, અને પરભુ ઈસુ મસીહ તમારી ઉપર કૃપા કરશે અને તમને શાંતિનો અનુભવ કરાયશે.


આપડા બાપ પરમેશ્વર અને પરભુ ઈસુ મસીહ તરફથી તમને કૃપા અને શાંતિ મળતી રેય.


આપડા પરમેશ્વર અને બાપની ઈચ્છા પરમાણે ઈસુ મસીહે પોતાની જાતને આપડા પાપોના લીધે બલિદાન કરી દીધું જેથી આપડે આ અત્યારના જગતના લોકોના ખરાબ પરભાવથી બસેલા રેયી.


આપડા પરમેશ્વર બાપ અને પરભુ ઈસુ મસીહ તમને કૃપા દેખાડે અને તમને શાંતિ દેય.


આપડા બાપ પરમેશ્વર અને પરભુ ઈસુ મસીહ તમને કૃપા અને શાંતિ આપે.


આપડા પરમેશ્વર બાપની મહિમા સદાસર્વકાળ હુધી થાય. આમીન.


હું પાઉલ આ પત્ર મસીહમા ઈ પવિત્ર અને હાસા વિશ્વાસી ભાઈઓને લખું છું જેઓ કોલોસ્સી શહેરમાં રેય છે. આપડા પરમેશ્વર બાપ તમને કૃપા અને શાંતિ આપતો રેહે.


આ પત્ર પાઉલ, સિલાસ અને તિમોથી તરફથી છે, આ થેસ્સાલોનિકાના શહેરની વિશ્વાસી મંડળીઓને અમે લખી રયા છયી, જે પરમેશ્વર બાપ અને પરભુ ઈસુ મસીહથી સંબધિત છે, હું પ્રાર્થના કરું છું કે, પરમેશ્વર તમારી ઉપર કૃપા કરે, અને તમને શાંતિ આપે.


અને જે કામ તમે વિશ્વાસના કારણે કરો છો, અને બીજાની મદદ હાટુ પ્રેમથી જે મેનત કરો છો, અને તમે પરભુ ઈસુ મસીહના પાછા આવવાની આશા રાખતા દુખ વેઠો છો. આ બધુય જઈ અમે પરમેશ્વર બાપથી પ્રાર્થના કરી છયી, તઈ પ્રાર્થનામા દરોજ યાદ કરી છયી.


હવે આપડા પરભુ ઈસુ મસીહ પોતે, અને આપડા પરમેશ્વર બાપ જે આપણને પ્રેમ કરયો, અને કૃપાથી સદાયની શાંતિ અને ઉતમ આશા આપી છે.


તઈ હાતમા સ્વર્ગદુતે પોતાનુ રણશિંગડું વગાડુ અને મોટા અવાજો સ્વર્ગમા બોલ્યા અને કીધું કે, “જગતનુ રાજ્ય આપડા પરભુ પરમેશ્વર અને એના મસીહનું રાજ્ય બની ગ્યુ છે અને ઈ સદાય હાટુ રાજ્ય કરશે.”


હે પરભુ, બધાય તમારીથી બીહે અને તમારુ સન્માન કરશે કેમ કે, તમે એકલા જ પવિત્ર છો. બધીય રીતના લોકો આયશે અને તમારુ ભજન કરશે, કેમ કે, તમે દેખાડું છે કે તમે બધાયનો ન્યાય હાસી રીતે કરયો છે.”


પછી મે જે હાંભળુ ઈ બોવ મોટા ટોળાનાં લોકોની રાડ નાખવાનો અવાજ લાગતો હતો, ઈ દરિયાની વિળોના અવાજ જેવો જોરદાર હતો અને વાદળાની ગડગડાહટ જેવો હતો એણે કીધું, “આવો આપડે પરમેશ્વરની મહિમા કરી, જે આપડા સર્વશક્તિશાળી પરમેશ્વર રાજા છે.”


એની પછી મે કાક રાજગાદી જોય અને જે લોકો ઈ રાજગાદી ઉપર બેઠા હતાં તેઓને રાજ કરવાનો અધિકાર આપવામા આવ્યો હતો. મે ઈ લોકોની આત્માઓને પણ જોય, જેના માથાઓ કાપી નાખવામાં આવ્યા હતાં કેમ કે, તેઓએ ઈ માન્યુ હતુ કે, ઈસુ એનો પરભુ હતો અને તેઓ પરમેશ્વરનાં વચન ઉપર વિશ્વાસ કરતાં હતા. ઈ લોકોએ હિંસક પશુ કે, એની મૂર્તિનુ ભજન કરયુ નોતુ, તેઓએ પોતાના માથા કે હાથ ઉપર હિંસક પશુની છાપ નોતી છપાવી. આ લોકો ફરીથી જીવતા થય ગયા અને એક હજાર વરહ હુધી મસીહની હારે મળીને રાજ્ય કરયુ.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ