ચેલો પોતાના ગુરુ જેવો અને ચાકર પોતાના માલિક જેવો બની જાય એટલું ઘણુંય છે; જો ઘરધણીને તેઓ બાલઝબુલ શેતાન કીધો છે, તો એના ઘરનાં લોકોને એનાથી કેટલું વધારે તેઓ એમ જ કેહે!
તઈ આખાય સિરિયા પરદેશમાં એનું નામ ફેલાય ગયુ, અને બધાય માંદાઓને, એટલે અનેક જાતના રોગીઓને અને પીડાતા લોકો અને ભૂત વળગેલાઓને અને વાયવાળાઓને અને પક્ષઘાતીઓને તેઓ ઈસુની પાહે લાવ્યા. અને એણે તેઓને હાજા કરયા.
પણ થોડાક યહુદી જે ભુવા હતાં ગામોગામ ફરતા હતાં, એવુ કરવા મંડા કે જેમાં મેલી આત્મા છે, ઈ લોકોમાંથી ઈસુના નામમાં, આ કયને મેલી આત્માને કાઢવાની કોશિશ કરવા મંડા, “હું પરભુ ઈસુના નામમાં, જેનો પરચાર પાઉલ કરે છે, તમને બારે આવવાની આજ્ઞા આપું છું”
આપડે જાણી છયી કે, શાસ્ત્ર જે કાય કેય છે તેઓને જ કેય છે, જે શાસ્ત્રને આધીન છે ઈ હાટુ જેથી લોકોને બાના બનાવાથી રોકી હકે અને જગતના બધાય લોકો પરમેશ્વરની હામે ગુનાના જવાબદાર છે.