16 બીજા લોકોએ ઈસુનો પારખો કરવા હાટુ એને કીધુ કે, અમને સ્વર્ગની સમત્કારી નિશાની બતાય, કે પરમેશ્વરે તને મોકલ્યો છે.
જઈ માણસોના હજી વધારે મોટા ટોળા ભેગા થાતા ગયા તઈ ઈસુ કેવા લાગ્યો કે, આ પેઢી તો ખરાબ પેઢી છે, ઈ સમત્કારીક નિશાની માગે છે, પણ યુનાની સમત્કારીક નિશાની વગર બીજી સમત્કારીક નિશાની તેઓને આપવામાં આયશે નય.
તેઓએ એને કીધું કે, “તુ કેવી સમત્કારી નિશાની દેખાડ છો કે, ઈ જોયને અમે તારી ઉપર વિશ્વાસ કરી? તુ શું કામ કરે છે?
તેઓએ ઈસુને ઓળખવા હાટુ આ વાત કરી, જેથી એની ઉપર કોય આરોપ લગાડવા હાટુ કોય વાત મળી જાય, પણ ઈસુ નમીને આંગળીથી જમીન ઉપર ક્યાક લખવા મંડયો.
ઈ યહુદી લોકો પાકી ખાતરી કરવા હાટુ સમત્કારીક નિશાની માગે છે અને બિનયહુદી લોકો જ્ઞાન ગોતે છે.