6 જો કોય પરમેશ્વરની હારે શાંતિ રાખવાવાળાને લાયક માણસ હશે, તો તમારી શાંતિ એની ઉપર આયશે, અને જો કોય નય હોય, તો ઈ તમારી પાહે પાછી આયશે.
જઈ પણ તમે એક ઘરમાં ઘરો ઈ પેલા લોકોને કયો કે, “જેઓ એના ઘરમાં છે તેઓને પરમેશ્વર શાંતિ આપે.”
ઈ જ ઘરમાં મેમાન બનીને રયો, અને એની પાહેથી જે કાય મળે, ઈ ખાતા-પીતા રયો કેમ કે, મજુર એની મજુરીને લાયક છે; તમે એક ઘરેથી બીજા ઘરે જાતા નય.
તે લોકોના દ્વારા મુરખ નો બનો જેઓ આ પાપોની હાટુ બાના બનાવવાની કોશિશ કરે છે, કેમ કે આજ કામોને કારણે પરમેશ્વરનો ગુસ્સો આજ્ઞા નો માનવાવાળા ઉપર ભડકે છે.
હવે પરભુ જે શાંતિ દેનારો છે, પોતે જ તમને સદાય અને દરેક પરકારથી શાંતિ આપે, અને પરભુ સદાય તમારી બધાયની હારે રેય.
અને જે મેળ કરાવનારા છે, ઈ શાંતિના બી વાવશે અને ન્યાયપણાની મોસમ કાપશે.
અને કેમ કે, તમારે તમારા સ્વર્ગમાંના બાપની વાત માનવી જોયી, જેમ, બાળકોને આયા પૃથ્વી ઉપર પોતાના બાપની વાત માનવી જોયી, પેલા જેવા ખરાબ કામ નો કરો જે તમે પેલા કરવા ઈચ્છા હતાં, જઈ તમે પરમેશ્વરની વિષે હાસાયને જાણતા નોતા.